નાટક બુડ્રેટી  હવે ઑનલાઈન મળશે 

નાટક ૯૪મો અંક તૈયાર છે. થોડું મોડું થયું છે, માફ કરશો. કોરોનાની રસી આવી છે, પણ તોય બીજા ને જેમ અમારી નાટ્ય મંડળીના સભ્યોને ચેપ લાગ્યો છે. કદાચ બધુ રાબેતા મુજબ થતાં વાર લાગશે. 

બંસીદાએ લાંબી માંદગી પછી, ૬ ફેબ્રુઆરી એ વિદાય લીધી. આ અંક તેમને સમર્પિત છે. 
બંસી કૌલ. (1949-2021) રંગવિદૂષક (1984) નામની નાટ્યસંસ્થાના સ્થાપક. ખૂબ જાણીતા નાટ્યકાર. પદ્મશ્રી, કાલિદાસ સન્માન, સંગીત નાટક અકાદમીથી નવાજેલા. પરદેશમાં યોજાયેલા ‘ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા’ ના ચીફ ડિઝાઇનર અને વિઝ્યુલાઇઝર અને સેટ, લાઇટ, કલાકારો સાથેના મેળાવડાઓ એમણે ઘણા ડિઝાઇન કર્યાં છે. પરદેશમાં પણ ભારતની કલાઓનું પ્રદર્શન કરેલું છે, જે દાદ માંગી લે છે. 2010ના કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમનીની ડિઝાઇન તેમણે કરી હતી. એમની ખોટ સાલે છે, સાલશે. અંજના પૂરી, અમે તમારી સાથે છીએ. સાથે કામ ચાલુ રાખીશું, એમને યાદ કરતાં કરતાં.

Download issue 94